23 - વોલપિસનું આત્મનિવેદન / સંજુ વાળા


ઘરની ભીંતે લટક્યા કરતી નદી ઊચરે એવું
“કોઈ ઉછીનું આપો વહેવું “

ઊગે કાંકરી પાડવા જેવો વ્હેમ

તરંગો ફ્રેમ બની પથરાયા
તકલાદી પાણીમાં ક્યાંથી

પડે કોઇનાં ભૂરાછમ પડછાયા
આલ્લે, આપ્યું ચીતરેલું ખળખળવું એ પણ કેવું ?
ઘરની ભીંતે લટક્યા કરતી નદી ઊચરે એવું
“ કોઈ ઉછીનું આપો વહેવું “
પૂર ઘૂઘવતું કાળમીંઢનું

નસનસ ઊમટે હાંકોટા પથરાળ
ધરબાયેલી કૈક ઝંખના બ્હેકી

કાંઠે ઠાલવતી ઓવાળ
ખમ્મા ! એ ખીલીને જ્યાંથી મળ્યું જીવતા રહેવું
ઘરની ભીંતે લટક્યા કરતી નદી ઊચરે એવું
“ કોઈ ઉછીનું આપો વહેવું “


0 comments


Leave comment