24 - અપરિમેય સ્થિતિ / સંજુ વાળા


મનસ્થળ ઉપર મેઘ ઝળુંબે
લયવલયમાં તમ્મર ડૂબે....

ડૂબે ડૂબે વેંતવેંતનો મનસૂબો લઈ
અન્તતન્ત નિશ્ચયમાં
તલક છાંયડે જિહ્વા ઝરતી છેવટ સરતું
અરધપરધ આશયમાં
ઘર અજાયબ રચે તાંબડી – તુમ્બે
લયવલયમાં તમ્મર ડૂબે....

સમરથ સમથળ વચ્ચે રહી ‘ને પિંડ રસળતાં ધારણની
ધ્રુજારી ઝીલે
રવ બિરાજે કમળ કટોરે કમળ રાગની લોલ લચક
લયકારી ઝીલે
અરવ અંજળિ પીધ કસુન્બે
લયવલયમાં તમ્મર ડૂબે....


0 comments


Leave comment