18 - એક અકળામણનું ગીત / સંજુ વાળા


આખ્ખે આખું રે અસ્તિત્વ પડછાયામાં કાંપે
ઈંચ ફૂટમાં વ્હેંચી દઈને કોણ મને આ માપે

શુકનવંતો પગ મૂકીને
એક નદી (જ) પધારી
નદી સ્વભાવે છાલક અથવા
ખળખળતી અટ્ટારી
જળની માફક વહી જવાનો શ્રાપ મને કોઈ આપે

ઈચ્છાઓ પારેવાં થઈને
દૂ..ર દૂ..ર રહી ઊડે
હાથ હવાનાં પાથરણાંને
બાથ ભરીને સૂંઘે
રજકણ થઈને ઊડી ગયેલી આંખ રઝળતી ઝાંપે
આખ્ખે આખું રે અસ્તિત્વ પડછાયામાં કાંપે....


0 comments


Leave comment