44 - દિશાન્ધાતા મળ્યા પછી / સંજુ વાળા


ઢળવાનો અર્થ છેવટે ઉદ્દગમ તરફ જવું થશે
પાડી નહીં શકો અલગ બન્ને તરફ જનારને

બાહિક બધાં હલનચલન સમતોલ રાખવાં પડે
નડતું નથી કશુંય પણ વાતાવરણ વિચારને

એકાદ ફેરફારથી ખુલ્લે અરૂઢ બારણાં
તું હા કહી કરી શકે રૂપાન્તરિત નકારને

દિશાન્ધાતા મળ્યા પછી ઉપાય શો રહે કહો ?
સ્વીકારવાનું હોય છે વ્યાપકપણે રડારને

ઝાંખો થયેલ જીવ ‘ને જર્જરિત દેહ લઈ ફરું
રોકી શકાય છે કદી નિર્મમપણે જનારને ?


0 comments


Leave comment