68 - આજ એ યુવતી નથી / સંજુ વાળા


વાંસ ઘસવાની જ ઘટના પૂરતી નથી
આગ લીલા વૃક્ષમાં ઊતરતી નથી

નાચશે માથે મૂકી જે જાણતલ હશે
ગ્રંથ કવિતાનો ધર્યો છે, પસ્તી નથી

હો વિચારો Hightly Inflammable
જાણમાં પણ એવી કોઈ વ્યક્તિ નથી

જઈ અગાશીમાં ચકલીઓ ઊડાડતી
આજ એ (સામેનાં ઘરમાં) યુવતી નથી

ક્યા અનુભવ સત્યનું આરોપણ થયું :
સર ઉપર આકાશ, નીચે ધરતી નથી

કોણ જકડી રાખશે જડબાં જહાલનાં
શોધું છું, પણ ક્યાંય જુમો ભિસ્તી નથી.


0 comments


Leave comment