43 - પછીત પહેરીને / સંજુ વાળા


રંગીન પીંછાનું ખમીસ પહેરીને
આ કોણ ઘૂમે છે કલિંગ પહેરીને

મારા જ ઘર બાજુ કદાચ આવે છે
અલ્લડ પવન આખીય સીમ પહેરીને

ગઈકાલ ચર્ચાસ્પદ હતો એ જણ આજે –
થઈ સ્તબ્ધ જીવે છે પછીત પહેરીને

આવીને ચાલ્યા જાય છે વિચારો પણ –
ઊભો રહું છું માત્ર તીડ પહેરીને

અથડાય છે અંગત અદીઠ પહેરીને
સો પોતપોતાની જ રીત પહેરીને.


0 comments


Leave comment