57 - તું / સંજુ વાળા


પાર કે આ પારમાં તું ક્યાં હતો ?
તળ સપાટી પાળમાં તું ક્યાં હતો ?

કોણ આવ્યાં? શું કહ્યું ? ‘ને ક્યાં ગયાં ?
અશ્વ કે અસવારમાં તું ક્યાં હતો ?

લોહીમાં વધતું રહે અવઢવપણું
દાર્શનિક દેખાવમાં તું ક્યાં હતો ?

આંગળી વરસી જવા મથતી રહે
તતસમ્બન્ધી પાત્રમાં તું ક્યાં હતો ?

તર્કથી તુક્કા સુધી ખોળી વળ્યા
કોઈ પણ પરિમાણમાં તું ક્યાં હતો ?


0 comments


Leave comment