28 - બોરપુરાણ / સંજુ વાળા

ગાંડીવાડીને આથમણે શેઢે અડવડ ઊભું જાળું અરધા કાચા અરધા પાકા ઝાકમઝોળ ઝળુંબે બોર....
કાંટા વચ્ચેથી ચૂંટીને સ્વાદ ચાખતા લાગ્યો તૂરો એનો આઠે અંગે ચડવા લાગ્યો કાચ્ચેકાચ્ચો તોર...

અમને સૈયર ! એમ હતું આ ચપટી ચોળ્યા બોર ભીતરમાં તોર જેવું કંઈ હોય શકે એ વાત સદંતર ટાઢુંગપ્પુ
ભોળીભટ્ટ એ મનોદશાનાં ભુક્કા કરતુ છેક ઉપરથી નીચે સુધી તોર નામનું આડેધડ વીંઝતું ચપ્પુ
તોરપણાથી સાવ અજાણી કાયામાં આ બોરપુરાણે જાદુમંતર એમ કર્યાં કે ઊગ્યો.... રે કાંટાળો થોર...
કાંટા વચ્ચેથી ચૂંટીને સ્વાદ ચાખતા લાગ્યો તૂરો એનો આઠે અંગે ચડવા લાગ્યો કાચ્ચેકાચ્ચો તોર...

ચારેદશનાં શેઢા વચ્ચે ભીંસાતો હું ભીનપડામાં રઘવાયો થઈ સોંપટ ભાગ્યો સામે માથે ઊંચી વાડ
ક્યાંય મળે ના આગળ પાછળ અડખે પડખે વાડે છીંડું પહોંચ્યો ઝાંપે ત્યાં અંદરનો બોર ભરાડી પાડે ત્રાડ
ત્રાડ સાંભળી ગાતર છૂટ્યા પગ ઢચૂકયા હાલકડોલક કાયા લઈને બ્હાર ગયો ત્યાં આંખે અંધારાં ઘનઘોર...

ગાંડીવાડીને આથમણે શેઢે અડવડ ઊભું જાળું અરધા કાચા અરધા પાકા ઝાકમઝોળ ઝળુંબે બોર....

0 comments

Leave comment