62 - માં…… / સંજુ વાળા


દિવસનું પોત કેલેન્ડરનાં પાનામાં
સમેટાઈ ઊભી ઈમારત પાયામાં

અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે
અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં

શરત છે એજ : આદત હોવી જોઈએ
વધુ દેખાય છે ચોખ્ખું અન્ધારામાં

ગણાતી આત્મહત્યાની ઘટના કિન્તુ
હજુ પહેરો ભરે છે કોઈ માળામાં

ફરે પડખાં દટાયેલી ઘટનાનાં શબ
‘ને ઊડે ધૂળની ડમરી સીમાડામાં.


0 comments


Leave comment