58 - પ્રવાલ / સંજુ વાળા


સુગંધને ય મહેકવાનું મન હો
ભરાય આંખ એવડું ગગન હો

પ્રથમ પહોરની અતીત ઊંઘમાં
સળંગ રાત જાગવા સ્વપ્ન હો

ઉછેરવા પ્રવાલ નીકળ્યા છો –
બને નહીં, વિચાર બદચલન હો

ડહોળવા સઘન અભાવદરિયો
સમાન્તરે તને-મને લગન હો

વહી જતી પ્રલમ્બ શ્વાસકેડી
ભળે અગોચરે અગર ગહન હો.


0 comments


Leave comment