૧૧ - ડિંગણી ગઝલ (છંદ – રેણકી) / જયેન્દ્ર શેખડીવાળા


ઝરમર પળભર ગગન અકળ પર
સરવર મનભર પવન કમળ પર

કલરવ બનબન તરસ વહત ગઈ
રસભર સરવર વહન અજળ પર

પળભર પગરવ સમય અરવ છળ
ગહવર ભરભર મનન અ-પળ પર

નગર અધર પર નગર ડસત હઈ
ધરધર અટકળ અગન વમળ પર

ઝળઝળ બરસત બરફ હરફ બન
મનહર મરમર નયન સ-જળ પર


0 comments


Leave comment