38 - આથમતી બપોરે / જયેન્દ્ર શેખડીવાળા


ચૈતરના ફળિયામાં ખાંગાવું ચોમાસું ધૂળસોતી ચકલીના બોલનું

ચ્રિકચ્રિક જીવવાથી કરી તરબોળ તને
હાથોહાથ નદીઓમાં વહેતી હું મેલું
સોંસરવા વાયરા વીંઝાતા હોય અને
મળું હું કાંઠે થઇ ઝાડવું નમેલું

ઓ સૂસવાટા ! આવ, દઉં રેણાક હું આજ મારી ડાબી ડાળીની બખોલનું
ચૈતરના ફળિયામાં ખાંગાવું ચોમાસું ધૂળસોતી ચકલીના બોલનું

કોઇ દેજો સંદેશ મારાં કેશઘન વાદળને
દેશમાંનો જીવ તારો સુક્કું પરાળ
આંખોની ખળખળતી છાયામાં ઉનાળે
પંખી પલાળું કે તને, તો નીકળે વરાળ

સાંજમાંથી આથમેલી સાંજ બ્હાર આવીને શોધે છે ટોળું કિલ્લોલનું
ચૈતરના ફળિયામાં ખાંગવું ચોમાસું ધૂળસોતી ચકલીના બોલનું
*****************
ડાબી ડાળીની બખોલ = હૃદય


0 comments


Leave comment