40 - મારાં આંસુનાં રાજપાટ / જયેન્દ્ર શેખડીવાળા


મારાં આંસુનાં રાજપાટ કોરાં...

ટહુકાના હારબંધ ટોળાની આરપાર સંદેશો
કોઇ મેલો વહેતો રે
પલળેલા જીવમાંથી નીતરે ઉનાળો જે ઉનાળો
તારામાં રહેતો રે
તને ક્યાંથી અષાઢ હવે પહેરાવું એમ જેમ
વાદળ જોઇને કૂદે છોરાં
મારાં આંસુના રાજપાટ કોરાં

દેશવટે નીકળેલું ચોમાસું ક્યાંક મને મળે તો
આંખભેર ભેટીને રડવું છે
મારા સુક્કા તળાવમાં ખોવાતી સાંજ તને
રડી રડીને ક્યાંક જડવું છે
તારું ખોવાવું તે ઝાળઝાળ સૂરજનું આથમવું
ઊગવું તે આંખોના ફોરાં
મારા આંસુનાં રાજપાટ કોરાં


0 comments


Leave comment