69 - હિંદ પર આશીર્વાદ / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગ વાગેશ્વરી)

ઉતારો જી અમ દેશે ઇશ્વર આશીર્વાદ.
બાંધવ દેશ થયા જાગ્રત સૌ :
એક રહી અમ દાદ !
ઉતારો જઈ અમ દેશે ઇશ્વર આશીર્વાદ.

શતકો વીત્યાં ભર નિદ્રામાં,
કીધો પૂર્ણ પ્રમાદ;
પૂર્વજની ઉજ્જવલ કીર્તિની
ન કરી સાચી યાદ ! ઉતારો.....

જીવન વિગ્રહને નવ સમજ્યા,
કરતાં નિષ્ફલ વાદ :
આજ કરી કરુણા નવ યુગનો
નવલ સુણાવો નાદ ! ઉતારો.....


0 comments


Leave comment