102 - અંતિમ પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પદ)

ઊંચાં પાણી મને આ સતાવે પિતા !
પ્રભુ તારક ! સત્વર ઉદ્ધારી લ્યો !
કૈંક નારકી દ્રશ્ય બતાવે, પિતા !
મને પાતકીને દયાથી તારી લ્યો !

મારી હોડી ખરાબામાં તૂટી ગઈ :
મારી જોડી હા ! માયા તે લૂંટી ગઈ :
મારી હિંમત છેક જ ખૂટી ગઈ :
પ્રભુ તારક ! સત્વર ઉદ્ધારી લ્યો !

મારાં પાપ તણો અરે પાર નથી :
મારા અન્તરમાં કસો સાર નથી :
ભવસાગરે અન્ય આધાર નથી :
પ્રભુ તારક ! સત્વર ઉદ્ધારી લ્યો !


0 comments


Leave comment