45 - પ્રભુ પ્રાર્થના (અંજની ગીત) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


સાગર મોટા તાત દયાના !
એકલડા આધાર હયાના !
તારક ! ધારક ! વિશ્વશયાના !
સ્વામી ઓ મારા !

પાવન તારૂં નામ કરાજો :
સુસ્થિત તારૂં રાજ્ય ઠરાજો :
ઇચ્છા તારી સકલ સરાજો :
સ્વામી ઓ મારા !


0 comments


Leave comment