72 - હૃદયગીતા / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(બિભાસ અને પરજના સ્વરોમાં)

ધીરજ ધરને, હૈયા તું મારા !
આત્મા શાશ્વત અમર છે !
દૂર થવાનું, અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા !
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું !
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :

નવ કુસુમ નવ મરતું !
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય ! ધૃતિ ધર
દિલ નજર કર :
વિરલ તરુવર,
વિમલ સરવર,
સમીપ સુરજ ભવન ઝળહળતાં !


0 comments


Leave comment