85 - શાંતિ પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પદ)

ઓમ્ શાંતિ સદા શિવ આપો, દયાધન ! શાંતિ...
સંહરો સંકટો શાપો, કૃપાધન ! શાંતિ...

શાંતિ, પિતા, શુભ નામ તમારૂં
પાપ પ્રબલ, પ્રભુ કાપો ! દયાધન...

સેવક હોઈ નથી કરી સેવા
શુદ્ધ જપ્યા નથી જાપો ! કૃપાધન...

સ્થાન ભવાટવી, ગાન પશૂનું,
તપ્ત કરે, પ્રભુ, તાપો ! દયાધન...


0 comments


Leave comment