75 - ફકીરી / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગ ભૈરવ : તાલ દાદરા )

હવે શરણે પ્રભુ ચરણે દયાઝરણે !
અફસોસ, અફસોસ, અફસોસ ના કશો !

સંસારના બંધ તમામ તૂટ્યા,
સંબંધીઓના પણ દોર છૂટ્યા;
હવે રહ્યું શાશ્વત જીવવાનું,
પ્રેમે પ્રભુના પદમાં જવાનું !

પ્રિય પિયૂ પરમ મુજ દિલને :
જલમાં, સ્થલમાં, સઘળી પલમાં :

શું કરું ? દયિત ! શું કરૂં ?
ખમવું, ભમવું :દિલને દમવું : શિવમાં શમવું !


0 comments


Leave comment