61 - ધર્મવિજય / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


છો લાખવાર દયાલુ દેવ
મનુષ્ય કુન્દનને કસે,

છો સાત લાખ સવાર રક્ત –
સમુદ્રમાં સામે ધસે,

ત્હોએ નહીં ડરશો, પડી
સહુ ગર્ત્તમાં નીચે જશે,

સ્વામી સમર્થ સખા સદા
રાજાધિરાજ વિરાજશે !


0 comments


Leave comment