99 - કાંતાની સ્મરદશા / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગ કાફી : તાલ ત્રિતાલ)

હા ! સમજુ ન શું મને થયું !
દૃગથી ગયું બલ, ના રહ્યું
કુમાર નિહાલી બિમાર છું :
મારૂં બાલાપણું એ વહ્યું !

અનુભવ આ નવો હુંને,
હૃદયને પૂછવું કોને ?
કશાથી થાય ના શાન્તિ,
અનેરી ઊછળે ભ્રાંતિ !

નઝર ના ઠરે, ગિરિવરો પરે :
એ જ સૂરત ! એ જ મૂરત ! નૈન ઝૂરત દર્શને !

હાવાં શું નહિ મળશે ? શું નહિ વળશે ?
શું નહિ કળશે ?
ભાસે પાસે હાસે રાસે !


0 comments


Leave comment