41 - સ્વર્ગગીત (અંજની ગીત) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


“માગો, કે વ્હાલાંઓ ! મળશે :
શોધો, કે વ્હાલાંઓ ! જડશે :
ઠોકો, કે વ્હાલાંઓ માટે
દ્વારો ઉઘડાશે !

“માગે છે તે તે કામે છે :
શોધે છે તે તે પામે છે :
ઠોકે છે તે તે વ્હાલાંને
દ્વારો ઉઘડાશે !”


0 comments


Leave comment