37 - વ્હાલાંઓને પ્રાર્થના (અંજની ગીત) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


રોનારૂં ભીતરમાં રોતું :
લ્હોનારૂં ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
સાથે રોતું ને જોતું !

વ્હાલાંઓ ! વ્હાલાંને કહેજો !
સાગરમાં તો સાથે વ્હેજો !
સ્હેવાનાં એકબીજાનાં
સાથે સૌ સ્હેજો


0 comments


Leave comment