40 - વત્સલનાં નયનો / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધૂરા નઝરે ચડતાં :
સહુ તે, પણ કેમ શકાય, સખે ! સહી
વત્સલનાં નયનો રડતાં ?

નહિં તે કંઈ દોષભર્યા નયનો :
પણ નિર્મલ નેહસરોવર સારસ –
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ :
જે જખમી દિલનાં શયનો !


0 comments


Leave comment