44 - પવિત્ર ભોજન (અંજની ગીત) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


ભૂખે ના ભાખર જે ભાવ્યો :
તરસે ના આસવ જે ફાવ્યો :
છોડી તે સેવક સ્વામીનો
શબ્દ સુણી આવ્યો !

હાવાં તવ ભાખર છે લીધો :
દેવોનો દ્રાક્ષાસવ પીધો :
દુનિયાએ છો અળગો કીધો :
સ્વામી, સાચવજો !


0 comments


Leave comment