2 - ઈશ્વર સ્તુતિ / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર, પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા ! સ્વીકારજો વંદન !


0 comments


Leave comment