84 - સામ (Psalm) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગિણી આશાગોડી)

માર્ગો બતાવ ઓ સ્વામી ! મને તવ પંથો શિખાવ દયાના !
દોર મને તવ સત્યની માંહી, શીખવ વિશ્વશયાના !
મને તવ.. માર્ગો...

તું જ પ્રભુ મુજ તારણ કેરો દિનભર તુજ પર થાના !
મને તવ... માર્ગો...

(સુધારેલો પાઠ)
માર્ગો બતાવ, ઓ સ્વામી ! મને તવ પંથો શિખાવ દયાના !
દોર મને તવ સત્યમાં, શિક્ષણ આપણ દયાલ !
તું સ્વામી તારણતણો દિનભર તુજ હિ ખયાલ !

માર્ગો....


0 comments


Leave comment