95 - કુસુમની બિમારી / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


કુસુમ મારૂં કરમાય, અરર ! હૈયું ભરમાય;
ઉંડૂં ઉંડૂં શરમાય : સખે, શું કરૂં હવે ?

“દાવાનલમાં દેશનાં બહુ બહુ કુસુમ હણાય,
સહુ તે જીવન પામવા તાત સમીપ તણાય !”

શ્રુતિ સ્વર્ગોની તોય, ભુવન જેનાથી સ્હોય,
નયનધારા તે લ્હોય, સખે, શું કરું હવે ?

સૌમ્ય સ્નેહોને ધામ : એકલાને આરામ;
કુસુમ નિરખું તે આમ ! સખે શું કરૂં હવે ?


0 comments


Leave comment