89 - માગૂં એ હાવાં ! / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પદ)

વ્હાલાંઓ, શા માટે સતાવો ?
વાંક કશો જો હોય તો બતાવો !
પરમેશ્વરમાં પાપ પતાવો
માગૂં એ હાવાં !

વિશ્વપિતાનાં આપણ બાલો :
સાંકડમાં તો સાથે ચાલો !
વસુધાની વાડીમાં મ્હાલો
માંગૂં એ હાવાં !


0 comments


Leave comment