65 - તારક સ્તોત્ર / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(મિ.મેસનનાં ઇંગ્લિશ સ્તોત્ર ઉપરથી)

પ્રભુ તારકની સહુ કીર્તિ કરો,
અવનીતલમાં અને સ્વર્ગ મહીં :
તેનું શાસન વિસ્તરો સર્વ જગે,
તેના રાજ્યનો અંત જ આવો નહીં;

જે છે સારું અને સાચું, એ સહુનો
તે છે આલ્ફા અને તે છે ઓમેગાએ;
ઝરો ઝિંદગીનો, સવિતા દ્યુતિનો,
બધા હર્ષ ખરા રહ્યા, તે ભેગા છે.

આદિ, અંત, તે ઈશ્વર માણસ છે,
તેનું આંતર સત્ ન કો જાણી શકે;
પણ માનવ દૈવી રૂપ મહીં તેના
આદિને અંત પ્રમાણી શકે.

જે છે, જે હતો, જે ફરી આવનારો છે,
સનાતન, અનંત અહંબ્રહ્માસ્મિ,
પ્રભુ સૌ શક્તિમાન, સર્વોપરિ ઇશ્વર !
ધાવાપૃથિવ્યૌ બોલો તથાસ્તુ !


0 comments


Leave comment