26 - મુગ્ધાને સંબોધન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


તને રાખું હંમેશાં નેહભર હૈયે ન્હાની !
કદી તકસીર તોપણ થાય તો કહીયે ન્હાની !

નિઘા દિલદાર ! રાખી દીનતા મારી ઉપર
જરા કંઇ મશ્કરી સહેવાય તો સહીયે ન્હાની !

“હવાં મોટી થતાં મુગ્ધા કહી શકશે ક્યાંથી ?”
વિચારી એમ સ્હેજ ગુમાનમાં રહીયે ન્હાની !

બહુ શરમાળ જો તું તો ન હું ઓછો અંદર
અમે તો મર્દ હિમ્મત બ્હારની લહીયે ન્હાની !

કરીને ખ્યાલ બાલે ! ચાલ જો ચહીયે વ્હાલી !
ચડી રસ સાગરી મોજે પછી વહીયે ન્હાની !


0 comments


Leave comment