77 - રાસ / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગ બરવા જિલ્લા : તાલ હીંચ)

કાંતા

સખી ! રમીએ, લો રાસ રંગમાં !
હો મારી સાહેલી રે ! મારી સાહેલી રે !
રમીએ, રમીએ લો રાસ રંગમાં !

રંગમાં ને અંગના ઉમંગમાં રે !
સખી ! રમીએ, રમીએ લો રાસ રંગમાં !

ભરી ભરતી હૈયાની ગહન ગંગમાં હો !
સખી ! રમીએ, રમીએ લો રાસ રંગમાં !

સહુ સાથે, હો ! સહુ સાથે,
પદ પાડી ફરો ફૂદડી !
ઉભય હાથે, હો ! ઉભય હાથે,
દઈ તાલ સરો, સુંદરી !
તરો સ્વર્ગ નવલ ભર્ગ ભરી નેત્રમાં !
હરો નિસ્સાર સંસારનો ભાર આ વાર
આ દ્વાર ક્ષેત્રમાં !

૧ લી સખી
લસે ઉલ્લાસપૂર, હસે હૈયામાં હૂર;
વસે દેવો ના દૂર, સખી સંગમાં, !

૨ જી સખી
સખી ! શું તારૂં રૂપ રચ્યું તાતે અનૂપ !
જીવન જંગમાં !

૧ લી સખી
અહો ! શોભે શો આજ સુંદરીનો સમાજ,
બંને અંતરનો પાજ, સરે સ્વર્ગે અવાજ;
સખી કાંતા શિરતાજ સમી દીપન્તી !

કાંતા
ફરંતાં, સરંતાં, તરંગે તરંતાં,
કલાઓ કરંતાં, સુભર્ગો ભરંતાં !
ભરી ભરતી હૈયાની ગહન ગંગમાં હો સખી ! રમીએ


0 comments


Leave comment