83 - ચંદાનો સંદેશો / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પદ)

આવો, અંદર આવો, વ્હાલાં, વાસમાં !
સંદેશો શો લાવો ચંદા બ્હેન જો ?
કોમલ શીતલ મધુર સુધા વરસાવતાં
સ્નેહ ભરેલાં નમ્ર તમારાં નેન જો: આવો....

“હૃદય સરોરુહ જીવન સમઝી પોષજો:
જનસેવાનો ધરજો શાશ્વત ધર્મ જો :
પ્રગટ પિતાના પુણ્ય પુરાતન પંથમાં
સ્નિગ્ધ પરસ્પર કરજો કેવલ કર્મજો !” આવો....


0 comments


Leave comment