43 - સ્થિતિભેદ (અંજની ગીત) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


આંબાડાળે કોયલ બોલે :
મલ્હારો મોરલિયા ખોલે :
વ્હાલાંઓ પોઢ્યાં હિંડોળે :
જાવું ત્યાં હાવાં !

******

આંખડલીનાં આંસુ ખૂટ્યાં :
હૈયાના દોરડિયાં તૂટ્યાં :
રણવગડે લૂટારે લૂટ્યા :
જાવું ક્યા હાવાં ?


0 comments


Leave comment