96 - પતિપત્ની સંવાદ / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગ : પહાડી ઝીંઝોટી : તાલ હીંચ)

સ્નેહ ઝરણી ! સખી ! સ્નેહ ઝરણી !
રૂપ વપુ શોભાય :
દેખી દિલ લોભાય !

આવ, વ્હાલમની પાસ આવ :
સુંદરતા ખાસ લાવ :
અંતરના હાવભાવ
લેશ, સખી ! ના છુપાવ :
સ્વર્ગોની સાચી સરણી !

કૃપાના છો નિધાન :
પ્રાણના છો જી પ્રાણ :
હું તો દાસી અજાણ :
મને આવું શું માન !
અહો સ્વામી સુજાણ !
કરો ચાહે તે પાન :
દેહીએ દીધેલું દાન !

કુલની કામિની !
દિલની દામિની !
યમની યામિની !
વ્રણની વામિની !
સહુ સંતાપની શામિની !

વ્રીડા કંઇ હરજો જી :
ક્રીડા કંઇ કરજો જી :
ઉલ્લાસે ફરજો જી :
ભાગ્યોદય ભરજો જી :
સાગરિયે સરજો જી, રાજ !


0 comments


Leave comment