73 - કાંતાની પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગ ગૌડ મલ્હાર : તાલ ત્રિતાલ)

વિભુ જે વિલસે, ચરાચરે હસે,
બધે વ્યાપ્ત વસે, રસે તે ભજું !
પૂરે ઈચ્છાને !

પતિ કાંત વર વિના નહિ અવર,
સકલ જગત સુખ સરવર, નરવર,
પરમ કારુણિક પિતા !

ઉપાધિ શમાવો,
કમાણી કમાવો,
જનોમાં જમાવો,
ન મારૂં ગજૂ ! નૂરે ભીંજાવો.


0 comments


Leave comment