63 - અપાવરણ પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


અંતરની શ્રુતિ ખોલો, ઓ તાતજી !
અંતરની શ્રુતિ ખોલો !
વેદનાં વાયક બોલો, ઓ તાતજી
વેદનાં વાયક બોલો !

“हिरण्ययेन पात्रेण सत्यस्यापिहितं मुखम् !
तत्वं पूषन्नवृणु सत्यधर्माय द्रष्टये !!”

સુવર્ણમય પાત્રેથી સત્યનું મુખ બંધ જે,
ઉઘાડી આપ તું, પૂષન્ ! સત્યધર્મદૃગર્થ તે !

વેદનાં વાયક બોલો, ઓ તાતજી
વેદનાં વાયક બોલો !
અંતરની શ્રુતિ ખોલો, ઓ તાતજી !
અંતરની શ્રુતિ ખોલો !


0 comments


Leave comment