93 - સ્વર્ગસ્થ દેવીને પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પદ)

આવો, આવો, આવો, આવો, દેવી !
આવો, આવો, આજ !

માગૂં આવો, આવો, આવો, દેવી !
આવો, આવો, આજ !

રજની ખીલે છે નવી નિર્મલ, ધવલ પ્રકાશ
સાગર ગાય સુહામણું હૃદયે પ્રકટે આશ :
સ્વામીનાં દયાળુ દેવી ! કરશો ના નિરાશ,
માગૂં કરશો ના નિરાશ.

દેવી ! આવો, આવો, આવો, આવો,
આવો, આવો, આજ !


0 comments


Leave comment