55 - વ્હાલાંને આરામ (અંજની ગીત) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


માગું હો વ્હાલાંને આરામ !
યાચું હો વ્હાલાંને આરામ !
પ્રાર્થું હો બક્ષાવા, સ્વામી !
વ્હાલાંને આરામ !

વ્હાલાં, જે લીધેલાં માગી :
વ્હાલાં, જે સાધેલાં જાગી :
પ્રાર્થું તે રક્ષાવા, સ્વામી !
બક્ષાવા આરામ !


0 comments


Leave comment