86 - આંતર સપ્તપદી / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પદ)

આ પિતા, કર્યા ક્રૂર કર્મો :
હણ્યાં મર્મો : પડ્યો; રડ્યો :પડ્યો ! પડ્યો !

મને ન હતી આશા :
ખરે, પિતા ! મને ન હતી આશા !
તેમાં અચાનક ગંભીર ગહ્વરે
દિવ્ય સુવર્ણિત જ્યોતિ જ્વલન્ત !
સ્નેહવસ્તુ ! જ્ઞાનરૂપ ! અનન્ત !


0 comments


Leave comment