41 - પંખો / અરવિંદ ભટ્ટ


ને સતત આકાશને વીંઝ્યા કરું,
મારી પાંખોમાં ગગન જેવું નથી.

કે મને પણ ફેર ચડતા હોય તો,
આ ગતિમાં કંઈ પતન જેવું નથી.

મેં રચ્યા ભ્રમનાં વલયમાં કેદ છું,
તોય મારામાં જીવન જેવું નથી.

સૌ હવાનું કેન્દ્ર સમજે છે મને,
કંઈ જ મારામાં પવન જેવું નથી.


0 comments


Leave comment