15 - સંબંધ -૨ / અરવિંદ ભટ્ટ
સિક્કા - છાપ સંબંધોમાં
સિક્કા જેવો હું
એકમાંથી બીજા હાથમાં
સરતો સરતો
ચત – બઠ - ખાંગ થતો
મેલો - ઘેલો થતો
કાળો – ધોળો થતો
કોણ જાણે ક્યારે
ખોટો પડી જઈશ.
સિક્કા જેવો હું
એકમાંથી બીજા હાથમાં
સરતો સરતો
ચત – બઠ - ખાંગ થતો
મેલો - ઘેલો થતો
કાળો – ધોળો થતો
કોણ જાણે ક્યારે
ખોટો પડી જઈશ.
0 comments
Leave comment