50 - મોરબી હોનારત / અરવિંદ ભટ્ટ


સાવ સરનામા વગરનો પણ હતો
તે છતાં આ ગામનો એક જણ જતો

એક અફવા જેમ ફેલાતો ગયો
છેવટે સહુ લોકોની સમજણ હતો

નીડ તારો છત ઉપર ઘડિયાળની
હું સતત ટકટક થયેલી ક્ષણ હતો

પાંગર્યો’તો પારણું થાવા અને
આજ આ સમશાનનું સરપણ હતો

હે ગઢેચી, ગાબડું ગઢમાં દીઠું
ને નજરમાં પાળિયો છાંદણ હતો.


0 comments


Leave comment