૭ હોસ્પિટલ વોર્ડમાં / અરવિંદ ભટ્ટ


અહીં તહીં આથડતાં
શ્વેત પ્રેત.

માંદા ઉચ્છવાસો શ્વસતો પવન,
દીવાલને કમળો,
પળને પોલિયો.

મારી રૂપેરી પાંસળી પર ઘણ પડે,
દીવાલની ઘડિયાળ પર માળો,
સમયની પીઠ પર પારેવાં
ઊછરતાં, ઘૂઘવતાં
જોઈ પળને હંકારું.0 comments