54 - હું / અરવિંદ ભટ્ટ


હું મેંદી છું કે મોર ?

મારામાંથી કંઈક ખર્યુ તે પીંછું કે પાન ?
આ તે મારી મર્મર છે કે છે ગ્હેકાતું ગાન ?
હું આમ-તેમ ઝૂલું છું કે ઊડું છે ચારેકોર ?
હું મેંદી છું કે મોર ?

મને જોઈ પીસે છે કે મારે સણસણતાં તીર ?
લાલ રંગ નીંગળતો કે નીકળતું મને રુધિર ?
કળા કરું છું હું કે થાતી ડાળ-ડાળ ઘનઘોર ?
હું મેંદી છું કે મોર ?


0 comments


Leave comment