૬૬ ડીંગ / અરવિંદ ભટ્ટ


ડીંગ ડીંગાણું ડીંગની ટોળી ડીંગલો મારે ડીંગ

પલળેલા કાગડા જેવી રાત કે મને
ઠોલતી નથી ઊડતી નથી બોલતી નથી
સવારે બારીએ ઊભી કોલસા સાથે
કાચને ખાતી કુંવરી બારી ખોલતી નથી
કાચ બારીનો મેં’લની ભીંતો કરતાંયે તોતીંગ

ગામને ટીંબે ભરવા ગ્યો’તો ધૂળને
વીંટી જડતાં દીધો ઠપકો બાપે
કેટલીયે ખોવાઈ ગયેલી વીંટીઓ
જડે કોઈને ; પાછી કોઈ ન આપે
ધૂળનાં ગાડાં ભરતાં ઘણીવાર ઘણાને કરડે છે ભોરીંગ.0 comments