9 - ઉપર / અરવિંદ ભટ્ટ


પર્વતની ટોચ પર
એક વૃક્ષ
પર્વતથી યે ઊંચું,

વૃક્ષની
ટગલી ડાળે
બેઠું એક પંખી,
તળેટીમાં
ઊભો હું
સાંભળું છું

ટહુકા :
ઉપર આકાશ છે
ઉપર આકાશ છે.


0 comments


Leave comment