51 - ખખડાટ / અરવિંદ ભટ્ટ


ભણકારા હજુ ભભડે ભભડે
ખનકાર હજુ ખખડે ખખડે

ધબકાર ગણી શકતા જણમાં
લયબદ્ધ હવા દદડે દદડે

બધી ચોરસ વાત ચવાઈ જશે
રણ દાંત હજુ કકડે કકડે

ભડભાદર જીવ સુખાઈ જશે
જળમાં બળતાં ફફડે ફફડે

સહુ શબ્દ-પ્રપંચ છૂ-મંતર થૈ
હમસો હમસો બબડે બબડે.


0 comments


Leave comment