૨૬ દૂરનો દીવો / અરવિંદ ભટ્ટ


ઓગળી જાતી અહીં અંધારમાં
દૂરનો દીવો ચીંધે તે આંગળી

કોણ કોને માર્ગ આપે શી ખબર
કે અહીં બે કેડીઓ સામે મળી

એક ઘેટું ટાઢથી થરથર થતું
જોયા કરે ભરવાડ પાસે કામળી

આજ આ ખંડેરમાં જીવતી જડી
ઘર તજી ચાલી ગયેલી પાંસળી