5 - આંખમાં / અરવિંદ ભટ્ટ


अ રસ્તાથી થોડે જ દૂર ઊભેલો અંધ
મને બોલાવીને
अ રસ્તો ક્યાં છે તેમ પૂછે છે
હું તેની નજીક જઈને
તેની (કદરૂપી) આંખોને ઢાંકવા માટે
તેણે પહેરેલા દર્પણ-શા કાળા ચશ્મામાં
अ રસ્તાને જોઉં છે
ને મને જવાબ આપવાનું મન થઈ જાય છે :
તારી આંખમાં.


0 comments


Leave comment